સોનાક્ષી સિંહા વેબસિરીઝ ઇન્ટર્ન ડાયરીઝમાં જોવા મળશે

Wednesday 12th February 2020 06:37 EST
 
 

અભિનેત્રી સોનાક્ષી સિંહા દિગ્ગજ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરે સાથેની વેબ સિરીઝ ‘ઇન્ટર્ન ડાયરીઝ’માં જોવા મળશે. આ વેબસિરીઝ દર્શકોમાં ફેશન ડિઝાઇનના કામકાજ અંગેની માહિતી આપશે. આ વેબ સિરીઝમાં બંને દિગ્ગજ ફેશન ડિઝાઇનર્સ મહેમાન ભૂમિકામાં જોવા મળશે. અભિનયની દુનિયામાં આવતા પહેલાં સોનાક્ષી સિંહા કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી. સોનાક્ષીએ જણાવ્યું હતું કે, આજના ઇન્ટર્ન ખૂબ જ ટેલન્ટેડ અને સ્માર્ટ છે. તેઓને પોતાના પણ લૂક અને ફેશન અંગેની ઘણી સમજ છે અને તેઓ પોતે પણ પોતાના મેકઅપ અને હેર પ્રત્યે ફોકસ હોય છે. આ વેબસિરીઝ આઠ એપિસોડની હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter