બોલિવૂડના અભિનેતા ઈરફાન ખાન ન્યૂરો એન્ડોક્રાઈન કેન્સર નામની બીમારીની સારવાર માટે લંડનમાં છે ત્યારે તાજેતરમાં સોનાલી બેન્દ્રેએ પણ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને જાણ કરી છે કે તેને કેન્સર છે તે મેટાસ્ટેસાઇઝ્ડ એટલે કે શરીરના અન્ય અંગો સુધી ફેલાઈ રહ્યું છે. તેને ચોથા સ્ટેજનું કેન્સર છે અને તે આ બીમારીની સારવાર માટે ન્યૂ યોર્ક પહોંચી છે. બીમારી અંગેની જાણકારી સાથે સોનાલીએ ભાવુક ટ્વિટ કરી છે કે ગયા મહિને તેને ગાયનેક પ્રોબ્લેમ માટે મુંબઈની હિંદુજા હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એ પછી કેન્સર વકરી રહ્યાની જાણ કરાઈ હતી, પણ કેન્સરની બીમારી સામે હું લડીશ. મારા સ્વજનો અને મારો પરિવાર મારી સાથે છે અને તે મારી હિંમત છે. ઉલ્લેખનીય છે કે સોનાલીએ ૨૦૦૨માં ફિલ્મ મેકર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યાં હતાં અને તે ૧૩ વર્ષના પુત્ર રણવીરની માતા છે.