‘બજરંગી ભાઈજાન’ને ફિલ્મ ઓફ ધ યર, એના ડિરેક્ટર કબીર ખાનને બેસ્ટ ડિરેક્ટર ઓફ ધ યર અને આ ફિલ્મમાં જોવા મળેલી હર્ષાલી મલ્હોત્રાને બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો અવોર્ડ એનાયત થયો હતો.
‘તલવાર’ માટે મેઘના ગુલઝાર અને ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ની મેકર શોનાલી બોઝને ધ ફિલ્મમેકર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો હતો.
અનિલ કપૂર અને શેફાલી શાહને ‘દિલ ધડકને દો’ માટે બેસ્ટ સપોર્ટિંગ રોલ ઓફ ધ યરના એવોર્ડ મળ્યા હતા. ‘મૈં ઔર ચાર્લ્સ’ માટે રણદીપ હુડ્ડાને બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલનો અવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર ફિમેલનો અવોર્ડ ‘દમ લગા કે હઈશા’ માટે ભૂમિ પેંડેકરને અને બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર મેલનો અવોર્ડ ‘હીરો’ માટે સૂરજ પંચોલીને મળ્યો હતો.
જિતેન્દ્રને લાઇફટાઇમ અચિવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. ઝીનત અમાનને ટાઇમલેસ દિવાનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચનને ‘જઝ્બા’ માટે પાવરપેક્ડ પર્ફોર્મર ઓફ ધ યરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.