‘લાપતા લેડીઝ’ માટે સ્નેહા દેસાઇને ‘આઇફા’ એવોર્ડ 2025માં બેસ્ટ સ્ક્રિનપ્લે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ સ્નેહા દેસાઇએ ‘આઇફા’માં ગુજરાતનું નામ રોશન કર્યું છે. અગાઉ એવી વાત હતી કે સ્નેહા દેસાઇ ‘લાપતા લેડીઝ’ની વાર્તા પણ તેણે લખી છે. જોકે થોડા સમય પહેલા સ્નેહા દેસાઇએ સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ તેણે લખી આવી નથી. આ ફિલ્મની વાર્તા બિપ્લવ ગોસ્વામી દ્વારા લખવામાં આવી છે અને તેને આ ફિલ્મામાં સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સ માટે જ જવાબદારી સોંપવામાં આવી હતી. ‘લાપતા લેડીઝ’ સ્નેહા દેસાઇની ડેબ્યૂ ફિલ્મ છે, જેમાં તેણે આમીર ખાન અને કિરણ રાવ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો હતો.