સ્વરા ભાસ્કર એક પુત્રીની માતા બની છે. તેણે દીકરીને રાબિયા નામ આપ્યું છે. આઠમી સદીનાં મહિલા સૂફી સંત રાબિયા બસરી પરથી તેણે દીકરીનું નામ રાબિયા રાખ્યું છે. સ્વરાએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગનન્સીની માહિતી શેર કર્યા બાદ ગત 23 સપ્ટેમ્બરે રાબિયાનો જન્મ થયો છે. તેણે રાબિયાની તસવીરો શેર કરી છે, જોકે તેનો ચહેરો છૂપાવ્યો છે. તસવીરમાં સાથે પતિ ફહાદ અહમદ પણ જોવા મળે છે. સ્વરા અને ફહાદ અહમદે ગયા માર્ચ મહિનામાં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. તે પહેલાં તેમણે કોર્ટ મેરેજ પણ કર્યાં હતાં. સ્વરા સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સૌથી વધુ ભોગ બનતી ભારતીય અભિનેત્રીઓમાંની એક છે. પુત્રીજન્મની પોસ્ટ પર પણ લોકોએ તેને ટ્રોલ કરી હતી અને લગ્નના છ માસમાં જ દીકરીનો જન્મ થયો એ બાબતે બેહૂદી કોમેન્ટ્સ કરી હતી. જોકે, તેના અનેક ચાહકો તથા બોલિવૂડના સહકલાકારોએ સ્વરાને અભિનંદન પાઠવ્યાં હતા અને બેબી રાબિયાને આશીર્વાદ આપ્યા હતા.