મધ્યમ વર્ગીય પરિવારના પુરુષોના મનમાં કામોત્તેજક વિચારો સતત ચાલતા રહે છે તેવી માન્યતા છે અને આ વિચારો તેને શિકારીની ભૂમિકામાં રાખે છે એ વિષયને આ ફિલ્મના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ‘હન્ટર’ની વાર્તા મંદાર નામના રોમેન્ટિક વ્યક્તિની આસપાસ ફરતી રહે છે. મંદારની જિંદગીમાં અનેક એવી સ્ત્રીઓ આવી ગઈ છે જેની સાથે તેનાં શારીરિક સંબંધો રહ્યાં હોય. એક સમયે બેથી ત્રણ યુવતી સાથે આવા સંબંધો રાખવાની માનસિકતા ધરાવતો મંદાર કોર્પોરેટ કંપનીમાં નોકરી કરે છે, પણ તેનું ધ્યાન નોકરી કરતાં છોકરીમાં વધારે રહે છે.
મંદારનાં લગ્ન નક્કી થાય છે, આમ છતાં તેની આ પ્રવૃત્તિ અટકતી નથી અને એક તબક્કો એવો આવી જાય છે કે મંદાર કામવાસનાના વિષચક્રમાં ફસાય છે. એવું નથી કે તેને એઇડ્સ જેવી કોઈ બીમારી થાય છે. પરંતુ એવું બને છે તે સેક્સ મેનિયાક બનતો જાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ‘હન્ટર’ જોવી રહી. આ ફિલ્મના મોટાભાગના કલાકારો નવા છે. નિર્માતા અનુરાગ કશ્યપનું કહે છે કે ‘હન્ટર’ માટે તેણે કોઈ ડબલ મીનિંગ સંવાદનો ઉપયોગ નથી કર્યો, જે કહેવું હતું એ ડાયલોગમાં સ્પષ્ટ જ કહ્યું છે.
----------------------------------------
નિર્માતાઃ અનુરાગ કશ્યપ, ક્રિતી નાખવા, રોહિત ચુગની, કેતન મારુ, વિકાસ બહલ વગેરે
દિગ્દર્શકઃ હર્ષવર્ધન કુલકર્ણી,
સંગીતકારઃ ખામોશ શાહ
ગીતકારઃ સ્વાનંદ કિરકિરે, વિજય મોર્ય, ખામોશ શાહ, અઝાઝુલ હક વગેરે
ગાયકઃ બપ્પિ લાહિરી, અલ્તાફ રાજા, અરિજિત સિંહ, અમિત ત્રિવેદી, સોના મોહાપાત્રા વગેરે