અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પેચઅપની ખબરો તાજી છે ત્યાં અન્ય એક કપલ સુશાંતસિંહ રાજપૂત તથા અંકિતા લોખંડેના પેચઅપના પણ સમાચાર છે. મીડિયા અહેવાલો મુજબ આ બંને ફરી પોતાના સંબંધોને એક તક આપવા માગી રહ્યા હોય તેવું લાગે છે. તેથી જ તાજેતરમાં એક કાર્યક્રમમાં બંને એકસાથે સમય ગાળતા દેખાયા હતા. બંનેના બ્રેકઅપ પછી બોલિવૂડમાં એવી ચર્ચા હતી કે, અંકિતા અને કુશાલ ટંડન નજીક આવી રહ્યા છે અને બીજીબાજુ સુશાંતનું નામ કૃતિ સેનન સાથે જોડવામાં આવી રહ્યું હતું. જોકે કૃતિએ આ બાબતે સ્પષ્ટ કર્યું હતું કે, સુશાંતને તે ફક્ત એક સહઅભિનેતા તરીકે જ પસંદ કરે છે, એનાથી વિશેષ કંઈ જ નહીં.