અમિતાભ બચ્ચન હવે નવા ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કરી રહ્યા છે. ટીવી સિરિયલ, રિયાલિટી શો, જાહેરખબરો અને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બાદ કાર્ટૂનના પાત્રમાં પણ તેઓ નસીબ અજમાવશે. આ કાર્ટૂન શોનું નામ ‘અસ્ત્ર ફોર્સ’ હશે. વાર્તા કોઈ પૌરાણિક કથા આધારિત છે. બચ્ચને આ માટે ડિઝની સાથે કરાર કર્યો છે.
આ કાર્ટૂન શોમાં ‘અસ્ત્ર’ નામનું પાત્ર અમિતાભ ભજવશે, જે લાખો વર્ષ પૂર્વે પૃથ્વી પર આવે છે. અમિતાભ બચ્ચને આ માટે સીએ મીડિયાની માલિકી હક્ક ધરાવતી ગ્રાફિક ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. ડિઝની ચેનલના આ શોના બાવન હપ્તા બનાવશે, જે વર્ષ ૨૦૧૭માં રજૂ થશે. બચ્ચને કહ્યું કે જાપાનના એમિનેશન હીરોએ વિશ્વભરમાં કરોડો લોકોના દિલ જીત્યા હવે ભારતીયોનો વારો છે.