છેલ્લા કેટલાય મહિનાથી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચેનો પ્રણય લોકજીભે ચર્ચાતો હતો. કપૂર પરિવાર સાથે આલિયાના વધતા જતા સંબંધો અને જાહેરમાં જોવા મળતા આ બન્ને કલાકારોને લીધે આ ચર્ચામાં ઘી રેડાય છે. જોકે, અત્યાર સુધી બન્નેમાંથી એકે મગનું નામ મરી પાડતા નહોતા, પરંતુ તાજેતરમાં આલિયાએ તાજેતરમાં કબૂલ્યું હતું કે, હું રણબીરના પ્રેમમાં છું અને તેનાથી મને આનંદ છે. સમય બદલાયો છે અને તે સાથે હું પણ પરિપકવ બની છું. મારે મારા સંબંધને નકારવાની જરૂર નથી.
જોકે, જે પ્રમાણે આલિયા રણબીરના સંબંધની ચર્ચા થતી હતી તે જ પ્રમાણે થોડા દિવસો અગાઉ બ્રેક-અપની પણ વાતો થતી હતી. જોકે, આ સાંભળીને પહેલાં આલિયા રડી પડી હતી, પણ પછી તેને હસવું આવ્યું હતું. મને મારી વાતો સ્પષ્ટ કરવાની જરૂર પડી નહોતી. સાચી વાત જાણતી હોવાથી મને લોકોને તે વિશે જણાવવું યોગ્ય લાગ્યું નહોતું.
તો હવે લગ્ન ક્યારે? એમ પૂછતાં તેણે કહ્યું કે, લગ્નની અફવાથી હું કંટાળી ગઈ છું. બધા મારા લગ્નની ચર્ચા શા માટે કરે છે તે મને નથી સમજાતું, પરંતુ પછી મને થાય છે કે જો હું હમણાં લગ્ન નથી કરવાની તો મારે અકળાઈ જવાની પણ જરૂર નથી. લગ્ન વિશે વિચારવા જેટલી મારી ઉંમર નથી. હાલમાં તો હું મારા કામને પરણી છું.