દેવેન વર્માએ ‘ચોર કે ઘર ચોર’, ‘કોરા કાગજ’, ‘મેરે અપને’, ‘ધુંધ’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘એક હી રાસ્તા’, ‘મેરે યાર કી શાદી હૈં’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘અંગૂર’માં તેમણે નિભાવેલી ભૂમિકાને કારણે તેઓ હાસ્ય અભિનેતા તરીકે જાણીતા બન્યા હતાં. તેમને ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. દેવેન વર્માએ અશોકકુમારની દીકરી રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યા હતાં. અગાઉ એક મુલાકાતમાં દેવેન વર્માએ જણાવ્યું હતું કે અટકના કારણે તેમને બધા પંજાબી સમજે છે પણ તેઓ કચ્છના વતની છે અને સારી રીતે ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. તેઓ સંજીવકુમાર સાથે સેટ પર પણ ગુજરાતીમાં જ વાત કરતા હતા. અશોકકુમારની બીજી દીકરી ભારતીએ પણ ગુજરાતી ડો. પટેલ સાથે જ લગ્ન કર્યા છે.