સ્તન કેન્સરથી પીડિત અભિનેત્રી હિના ખાન થોડા થોડા દિવસે તેની બીમારી અને સારવારને લગતા અપડેટ આપી રહી છે. હિના ખાન થર્ડ સ્ટેજ કેન્સરથી પીડિત હોવા છતાં ફરી કામે ચઢી હોવાના અહેવાલ છે. થોડા સમય પૂર્વે તેણે કિમોથેરેપી પહેલાં વાળ કપાવી નાખ્યા હોવાના અપડેટ આપ્યા હતા. આ સમયે તેની માતા અને બોયફ્રેન્ડ બહુ ભાવુક જોવા મળતા હતા. હવે બીમારી બાદ તે પહેલી વાર શૂટિંગ કરી રહી છે ત્યારે તે સમયના અનુભવને પણ હિનાએ સોશિયલ મીડિયા પર સેર કર્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિનાએ મૂકેલા વીડિયોમાં હિનાએ નાના વાળને છૂપાવવા સાધના કટ સ્ટાઈલની વીગ પહેરી હોવાનું જોવા મળતું હતું. કેપ્શનમા લખ્યું હતું કે, કેન્સર હોવાની જાણ થયા બાદ મને પહેલી વાર કામ મળ્યું છે. જીવનના મોટા મોટા પડકારનો સામનો કરવાનો સમય આવે ત્યારે શરીર અને મનને શાંત રાખવું જરૂરી છે. બીમારી હોય તો પણ તેની સાથે સુખથી જીવવાની આદત પાડવી જોઇએ અને દુઃખને મન પર વધુ હાવી થવા દેવું જોઈએ. સતત મનગમતી પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ. હું સારા દિવસોની રાહમાં છું. મને મારું કામ પસંદ છે અને જ્યારે હું તે કરું છું ત્યારે એવું લાગે છે કે હું મારા સપનાંને જીવી રહી છું. આ જ મારા જીવનની સૌથી મોટી પ્રેરણા છે. ઘણા લોકો કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર સારવાર દરમિયાન પણ નોકરી કરતા હોય છે તો હું પણ તેમાંની એક જ છું. આવા લોકો સાથે મુલાકાત કર્યા બાદ મારો જીવવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે. હું સારવાર તો કરાવી રહી છું પણ હોસ્પિટલમાં રહેતી નથી. તમારું જીવન છે તો નક્કી કરો કે તેને કેવી રીતે જીવવું છે.