બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાના પિતા અને મ્યુઝિક કંપોઝર તથા ફિલ્મ નિર્માતા વિપિન રેશમિયાનું 18 સપ્ટેમ્બરે અવસાન થયું છે. થોડા સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેમને સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેશમિયા પરિવારના નજીકના સહયોગી વિનતા થાપરે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે વિપિન રેશમિયા ટીવી સિરિયલ બનાવી રહ્યા હતા ત્યારથી તેમની સાથે પિતાવત સંબંધ ધરાવતી હતી. વિપિન રેશમિયા ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા હતા. હિમેશ પોતાના પિતાને જ ગુરુ માનતા હતા. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું. આ દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ. તે પછી સલમાને પોતાની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં હિમેશને સંગીત આપવાની તક આપી, અને આમ સલમાન અને હિમેશ વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા. વિપિન ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા હતા. હિમેશ રેશમિયા પોતાના પિતાને જ ગુરુ માનતા હતા. વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું. તે દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ. તે પછી સલમાને પોતાની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'માં હિમેશને સંગીત આપવાની તક આપી. તે રીતે સલમાન અને હિમેશ વચ્ચે ગાઢ સંબંધો બંધાયા.