ગેરકાયદેસર હથિયારો રાખવા પ્રકરણે સજા ભોગવીને બહાર આવેલા અભિનેતા સંજય દત્તે ફરીથી તેના જેલના દિવસોની યાદ તાજી કરી હતી. તેણે કહ્યું છે કે, વાળ હોય કે કપડાં હોય જેલમાં બધી જ જગ્યાઓએ માખીઓનો બણબણાટ હતો. કેટલીય વાર દાળમાં માખી પડેલી હોય ત્યારે તે માખી કાઢીને પછી દાળ પી જતો હતો. એક વાર સાથેના કેદીએ પૂછયું હતું કે, દાળ શા માટે પીતો હતો ત્યારે મેં કહ્યું હતું કે તેમાં પ્રોટીન હોય છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં સંજયે લોકો સાથે કેટલીક ખાસ વિગતો શેર કરી હતી. સંજયના મત પ્રમાણે તે પહેલી વખત જેલમાં ગયો હતો ત્યારે તેના પિતા અને બહેન સૌથી વધુ દુઃખી હતા. રાખડી બાંધવા જ્યારે પ્રિયા જેલમાં આવી હતી ત્યારે મેં એક કૂપન ભેટ આપી હતી.
તમામ ડ્રગ્ઝ લીધી હતી
સંજયે જણાવ્યું કે વિશ્વમાં કોઈ પણ ડ્રગ્સ નહીં હોય જે મેં લીધી ન હોય. પિતા સારવાર માટે અમેરિકા લઈ ગયા ત્યારે મને ડોક્ટરોએ એક લિસ્ટ આપ્યું હતું. તેમાં લખ્યું હતું કે જે ડ્રગ લેતા હો તેની સામે નિશાન કરો. મેં બધી જ જગ્યા ઉપર નિશાન કરી હતી.