દીપિકા પદુકોણ અને ફવાદ ખાનની જોડી તાજેતરમાં પહેલી વાર રેમ્પ પર એક સાથે દેખાઈ હતી. આ જોડીએ ૨૧મી જુલાઈએ ઇન્ડિયા કોટયોર વીક-૨૦૧૬ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન શો-સ્ટોપર ફવાદ અને દીપિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પર્શિયન કલેકશનને રેમ્પ પર શોકેસ કર્યું હતું. બન્ને શાહી અંદાજમાં ખૂબ જ અદ્ભુત લાગી રહ્યાં હતાં.
પાછલાં ઘણાં દિવસોથી રણવીર સિંહ અને દીપિકા પદુકોણના સગપણની ખબરોની ચર્ચા છે. આઇસીડબ્લ્યુ-૨૦૧૬ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દીપિકાને મીડિયાએ આ વિશે પૂછયું તો તેણે કહ્યું હતું કે, હું પ્રેગનેન્ટ પણ નથી કે નથી મારી સગાઈ થઈ અને હમણાં હું લગ્ન પણ કરવાની નથી.