હું પણ ફરી લગ્ન કરી રહ્યો છું, મહેંદીમાં જરૂર આવજો: કિંગખાન

Friday 03rd August 2018 04:50 EDT
 
 

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્ન વિશે પૂછતાં જ શાહરુખ ખાને તેની હ્યુમરસ સ્ટાઇલમાં કહ્યું હતું કે, હું પણ ફરી લગ્ન કરી રહ્યો છું, મહેંદીમાં આવજો હોં. પ્રિયંકા તેના અમેરિકન સિંગર-એક્ટર બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે ૧૬ સપ્ટેમ્બરે લગ્ન કરી રહી હોવાની ચર્ચા છે. પ્રિયંકા અને શાહરુખે ‘ડોન’ સિરીઝમાં સાથે કામ કર્યું હતું અને એ સિવાય બે-ત્રણ ફિલ્મોમાં નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. તેમની રિલેશનશિપને લઈને પણ ચર્ચા ચાલી હતી એટલું જ નહીં, અફવા તો એ પણ હતી કે તેમણે દુબઈમાં લગ્ન કરી લીધાં હતાં. જોકે તેઓ એકબીજા સાથે કામ કરવાનું તો દૂર એકબીજાની સામે આવવાનું અને નામ લેવાનું પણ ટાળે છે. પ્રિયંકાનાં લગ્ન વિશે પૂછતાં શાહરુખે ટીખળ કરી હતી કે, ‘હું પણ લગ્ન કરી રહ્યો છું. હું તમને ઇન્વીટેશન મોકલીશ. હું રિસેપ્શનનું પણ કાર્ડ મોકલીશ અને મહેંદીમાં જરૂર આવજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter