જે લોકો હંમેશા નિવેદનો આપીને ચર્ચામાં કહે છે તેમાં આઇટમ ગર્લ રાખી સાવંતનો પણ સમાવેશ થાય છે. પોતાના બોલ્ડ અંદાજ અને અવનવા નિવેદનોને કારણે રાખી ક્યારેક વિવાદ ઊભો કરે છે. આ વખતે તેણે એવું નિવેદન આપ્યું છે જે સાંભળીને અનુષ્કા શર્માને પણ ઝટકો લાગશે. રાખી સાવંતે જાહેરમાં વિરાટ કોહલી પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર કર્યો છે, રાખી કહે છે કે તેને વિરાટ ખૂબ પસંદ છે. ‘અનુષ્કાએ તો હજી જાહેરમાં પ્રેમનો એકરાર નથી કર્યો પણ હું તેના પ્રત્યે પ્રેમનો એકરાર કરું છું.’