જાણીતા ફિલ્મ લેખક અને અભિનેતા સલમાનખાનના પિતા સલીમખાને ‘પદ્મશ્રી’ સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. આ માટેનું કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પ્રદાન કરતાં આ એવોર્ડ ઘણો નાનો છે. હિન્દી સિનેમામાં તેમણે આ એવોર્ડના મૂલ્ય કરતાં વધુ પ્રદાન આપ્યું છે. સલીમખાને પદ્મશ્રી સ્વીકારવાનો ઈનકાર કર્યા પછી સરકારી યાદીમાંથી તેમનું નામ પડતું મુકવામાં આવ્યું હતું. સલીમખાને કહ્યું હતું કે, તેમને પદ્મ એવોર્ડ મળવાનો છે તે જાણ્યા પછી તેમણે પદ્મ ભૂષણની અપેક્ષા રાખી હતી પણ પદ્મશ્રી તેમને મંજૂર નથી. સલીમખાને જણાવ્યું હતું કે, તેમના સાથી જાવેદ અખ્તર અને જૂનિયર લેખકોને પણ પદ્મ ભૂષણ જેવા સન્માન મળ્યા છે, તો પછી તેમની અવગણના કેમ થઇ રહી છે.