પોતાની નાગરિકતા અંગે વારંવાર પૂછાતા સવાલનો જવાબ આલિયા ભટ્ટે આપ્યો છે. તેણે જણાવ્યું છે કે હા, હું બ્રિટિશ નાગરિક છું. મારી માતાનો જન્મ બર્મિંગહામમાં થયો હતો, પરંતુ મારો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે. શું તું પહેલેથી બ્રિટિશ ઇંગ્લિશ બોલી શકે છે તેવા સવાલના જવાબમાં આલિયાએ જણાવ્યું હતું કે, મારા નાનીએ આખું જીવન ઇંગ્લેન્ડમાં વીતાવ્યું હતું તેથી તેમના એક્સેન્ટ ઇંગ્લિશ હતાં.
આ પહેલાં આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન પણ જણાવી ચૂકી છે કે તેનો જન્મ યુકેમાં થયો હતો પરંતુ તેણે મોટાભાગનું જીવન ભારતમાં વીતાવ્યું છે. હું 3 મહિનાની હતી ત્યારથી ભારત આવી ગઇ હતી. મારી માતાએ મારા માટે બ્રિટિશ પાસપોર્ટ મેળવ્યો હતો. અમે સાઉથ બોમ્બેમાં રહેતાં અને મેં બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ શાળા મારા માતાપિતા દ્વારા જ શરૂ કરાઇ હતી.