પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજરમાં અમિતાભ બચ્ચન ભલે ભારત રત્ન માટે યોગ્ય હોય પણ પરંતુ મહાનાયક પોતાને તે માટે યોગ્ય નથી સમજતા. બચ્ચને ગત સપ્તાહે મમતાનાં સૂચન અંગે જવાબમાં ટ્વિટ કર્યું હતું. ‘મમતા દી... મૈં ઐસા સન્માન પાને કી યોગ્યતા નહીં રખતા. દેશ ને મુઝે જો સન્માન દિયા હૈ ઉસસે મૈં ખુદ અભિભૂત ઔર સન્માનિત મહસૂસ કરતા હું.’ ઉલ્લેખનીય છે કે મમતાએ જણાવેલું કે અમિતાભને ભારત રત્ન મળવો જોઈએ. અમિતાભને આ વર્ષે દિલીપકુમાર અને અન્ય સાત સાથે બીજો સર્વોચ્ચ નાગરિક પદ્મપુરસ્કાર, પદ્મવિભૂષણ જાહેર થયો છે. મમતાએ અમિતાભની ખૂબ પ્રશંસા કરીને જણાવ્યું હતું કે જીવનમાં જે તેઓ તમામ લોકો માટે એક દૃષ્ટાંતરૂપ છે. અમિતાભ તાજેતરમાં લંડનમાં પોતાની નવી ફિલ્મ ‘શમિતાભ’નાં પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત હતા, તેથી તેમણે ટ્વિટ કરી મમતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.