બોલિવૂડ એક્ટર હૃતિક રોશન હાલ તેની આગામી ફિલ્મો ‘વોર-2’ અને ‘ક્રિશ-4’ને લઈને સમાચારમાં છે. હૃતિક રોશનની આ બન્ને ફિલ્મોને લગતાં અપડેટ્સ એક પછી એક બહાર આવી રહ્યાં છે. એવામાં એક્ટરની પર્સનલ લાઈફની ઝલક પણ ચર્ચામાં આવી છે. હૃતિક અને સબા આઝાદ રોમેન્ટિક વેકેશન પર છે. એક્ટરની ગર્લફ્રેન્ડ તેનાથી 12 વર્ષ નાની છે. હૃતિક અને સબાની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. એક ફોટોમાં બંનેની મિરર સેલ્ફી જોવા મળી. હૃતિક રોમેન્ટિક સ્ટાઈલમાં સબાના ખભા પર હાથ મૂકીને સ્માઈલ કરી રહ્યો છે, જ્યારે સબા તેના ખભા પર માથું ઝુકાવીને ફોટો ક્લિક કરી રહી છે. બીજા ફોટોમાં હૃતિક રોશન ફની અંદાજમાં કેમેરા તરફ જોઈ રહ્યો છે, સબાએ આ ફોટો શેર કરતાં ફની કેપ્શન પણ આપ્યું હતું ‘Best Fool!’
હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદની ક્યૂટ કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. બંનેનાં વેકેશનની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરો સામે આવતાં ફેન્સનો પ્રેમ જોવાલાયક છે. કેટલાક તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે કે હૃતિક રોશન અને સબા આઝાદની જોડી બોલિવૂડના સૌથી સુંદર કપલ્સમાંથી એક છે. રિતિક અને સબા ત્રણ વર્ષથી લિવ ઈનમાં રહે છે. 1 ઓક્ટોબર 2024ના રોજ એક્ટરે તસવીર શેર કરી લખ્યું હતું કે ‘હેપ્પી એનિવર્સરી, પાર્ટનર...’ સબાએ કેપ્શન સાથે તસવીર પોસ્ટ કરી હતી હેપ્પી 3 વર્ષ પાર્ટનર... લખ્યું હતું. તો એક ફેન દ્વારા હાર્ટ ઈમોજિસ શેર કરીને લખાયું હતુંઃ ‘2 ક્યૂટીઝ.’