હોલિવૂડની રિમેક ‘ધ ઇન્ટર્ન’માં રિશિ કપૂર

Saturday 15th February 2020 06:39 EST
 
 

હોલિવૂડની નિર્માતા કંપની વોર્નર બ્રધર્સ અને ભારતની કંપની અજૂરે એન્ટરેટેઇનમેન્ટ દ્વારા અંગ્રેજી ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રિમેક બનાવવાનું તાજેતરમાં સત્તાવાર જાહેર થયું છે. આ હિન્દી રિમેકમાં રિશિ કપૂર અને દીપિકા પદુકોણ રોબર્ટ ડી નીરો અને એન્ના હેથવેએ ભજવેલી ભૂમિકાઓમાં દેખાશે એવી ચર્ચા છે. હોલિવૂડની આ સુપરહિટ ફ્રેમ ટુ ફ્રેમ રિમેકને આવતા વર્ષના પ્રારંભે રિલીઝ કરાશે. આ ફિલ્મમાં દીપિકા અને રિશિ કપૂર સાથેના અન્ય કલાકારોની પસંદગી હજી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter