બાળકોથી લઇને વડીલો સુધી તમામ વય અને વર્ગના લોકો અમિતાભના પ્રશંસક છે. જોકે આ બધામાં ક્રિસ્ટીનની વાત અલગ છે. તાજેતરમાં જ અમિતાભ તેમના ૧૦૩ વર્ષનાં આ ફેનને મળ્યા હતા. ક્રિસ્ટીન નામનાં આ વૃદ્ધાં અમિતાભનાં દિવાના છે, અને એ પણ આજકાલના નહીં, વર્ષોથી. અમિતાભે પોતાના નિવાસસ્થાને ક્રિસ્ટીન સાથે કરેલી મુલાકાતની તસવીર ટિ્વટર પર પોસ્ટ કરી. તસવીરમાં તે ક્રિસ્ટીન જોવા મળે છે. અમિતાભે ટિ્વટમાં લખ્યું છે કે ક્રિસ્ટીન લાંબા સમયથી તેમને મળવા માંગતાં હતાં, પણ મુલાકાત હવે સંભવ થઇ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે એક વાર જ્યારે અમિતાભ વિદેશમાં રહેનાર પોતાના એક ડાઇ હાર્ડ ફેનના પુત્રને અભિષેકના લગ્નમાં આમંત્રિત નહોતા કરી શક્યા તો તેમની પાસે માફી માંગી હતી. અમિતાભ હંમેશા એવો પ્રયાસ કરે છે કે તેઓ વધુમાં વધુ ફેનને મળે.