ભારતમાં હજારો જવાન એવા છે જેમની બહાદુરી પરથી દેશભક્તિની અનેક ફિલ્મો બની શકે. દેશના આવા જ એક જવાન એટલે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન. સંદીપ ૨૬/૧૧ના હુમલા વખતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. સંદીપના જીવન પરથી હવે ફિલ્મ બનવા જઈ રહી છે. સંદીપના જીવન પર બનનારી ફિલ્મનું નામ ‘મેજર’ રાખવામાં આવ્યું છે. પ્રારંભિક ધોરણે આ ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં બનશે. ફિલ્મના ડિરેક્ટર શશિ કિરણ ટિક્કા હશે. સોની પિક્ચર્સ પહેલી વખત તેલુગુ ફિલ્મમાં ઉતરી રહી છે અને મહેશ બાબુ સાથે ફિલ્મને પ્રોડ્યુસ કરશે.