ભારતીય ફિલ્મ ઉદ્યોગની બહુચર્ચિત ફિલ્મ ‘શોલે’ ૧૭ એપ્રિલ-શુક્રવારે પ્રથમવાર પાકિસ્તાનના થિયેટરોમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ ભારતમાં ૪૦ વર્ષ પહેલાં રજૂ થઇ હતી. અમિતાભ બચ્ચન, હેમામાલિની, સંજીવ કુમાર અને ધર્મેન્દ્ર અભિનિત આ ક્લાસિકલ ફિલ્મને પ્રદર્શિત કરાઇ ત્યારે કરાચીમાં અનેક જાણીતા લોકો હાજર રહ્યા હતા. પાક.માં આ ફિલ્મના એક્સ્પોર્ટર અને ડિસ્ટ્રિબ્યુટર નદીમ માંડવીવાલાનું કહેવું છે કે, ‘મને આશા છે કે શોલેથી સારી કમાણી થશે. ‘શોલે’ પાકિસ્તાનીઓ પહેલી વખત જોતા હોય એવું નથી. વીસીઆર પર આ ફિલ્મને જોનારી એક આખી પેઢી જતી રહી છે. તે થ્રીડી અને ટુડી પર પહેલી વખત થિયેટરો પર મુકાઇ છે.’