લંડનમાં પોતાની ગંભીર બીમારી ન્યૂરો એન્ડો ક્રાઇન ટ્યુમરની સારવાર હેઠળ રહેલા અભિનેતા ઇરફાન ખાને તાજેતરમાં લગભગ ૬૦ દિવસો પછી ટ્વિટર પર ટ્વિટ કરી છે. આ ટ્વિટથી જાણ થઈ રહી છે કે ઈરફાન હજી પણ પોતાની અપકમિંગ ફિલ્મો માટે ઉત્સાહમાં છે અને તેનો પ્રચાર કરી ન શકતો હોવાનો તેને અફસોસ પણ છે. ઇરફાને પોતાની આગામી ફિલ્મ ‘કારવાં’ માટે ટ્વિટ કરી છે કે શરૂઆત કી માસૂમિયત કા જો અનુભવ હોતા હૈ ઉસે ખરીદા નહીં જા શકતા. દિલકેર અને મિથિલા તમે ‘કારવાં’માં જોડાયા તે બદલ તમારો આભાર. ઇરફાને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે બે ‘કારવાં’ અત્યારે ચાલી રહ્યા છે એક હું અને બીજી મારી ફિલ્મ.