‘આઇફા’માં 10 એવોર્ડ સાથે છવાઇ ગઇ ‘લાપતા લેડીઝ’

Wednesday 12th March 2025 05:58 EDT
 
 

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA)નો 25મો શાનદાર એવોર્ડ સમારોહ જયપુરના આંગણે યોજાઇ ગયો. બે દિવસના સમારોહમાં પહેલા દિવસ શનિવારે ‘આઇફા’ ડિજિટલ એવોર્ડ અને રવિવારે ‘આઇફા’ મેઈન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરાઇ હતી, જેમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા. આ વખતનો ‘આઇફા’ એવોર્ડ સમારોહ ગુજરાતીઓ માટે ખાસ બની રહ્યો તો ગર્વનો પ્રસંગ પણ બની રહ્યો. પહેલીવાર બે ગુજરાતીએ ‘આઇફા’ એવોર્ડ સન્માન મેળવ્યું છે. જેમાં બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલમાં જાનકી બોડીવાલાને એવોર્ડ મળ્યો. જાનકી બોડીવાલાને ફિલ્મ ‘શૈતાન’માં અભિયન બદલ આ એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના હસ્તે જાનકી બોડીવાલાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. તો ‘લાપતા લેડીઝ’ના બેસ્ટ સ્ક્રીનપ્લે માટે સ્નેહા દેસાઈએ એવોર્ડ જીત્યો હતો.

‘આઇફા’માં કાર્તિક આર્યનને ‘ભુલભુલૈયા-3’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ બેસ્ટ ફિલ્મ ઉપરાંત વધુ 9 એવોર્ડ મેળવ્યા હતા. આ એવોર્ડ નાઈટમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, કરીના કપૂર, શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. તો કાર્તિકે પણ કરણ જોહર સાથે જોડી બનાવીને આ ઇવેન્ટ હોસ્ટ કરી હતી. ચાલો હવે ‘આઇફા’ના મુખ્ય એવોર્ડના વિજેતાઓની યાદી જણાવીએ.

કઇ કેટેગરીમાં કોને એવોર્ડ મળ્યા
• લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડઃ રાકેશ રોશન
• શ્રેષ્ઠ ફિલ્મ ‘લાપતા લેડીઝ’
• શ્રેષ્ઠ દિગ્દર્શકઃ કિરણ રાવ (‘લાપતા લેડીઝ’)
• શ્રેષ્ઠ સહાયક અભિનેતા રવિ કિશન (‘લાપતા લેડીઝ’)
• શ્રેષ્ઠ અભિનેત્રીઃ નિતાંશી ગોયલ (‘લાપતા લેડીઝ’)
• બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસઃ પ્રતિભા રોતા (‘લાપતા લેડીઝ’)
• શ્રેષ્ઠ અભિનેતાઃ કાર્તિક આર્યન (‘ભુલભુલૈયા-3’)
• શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ જાનકી બોડીવાલા (‘શૈતાન’)
• શ્રેષ્ઠ વિલનઃ રાઘવ જૂયાલ (‘કિલ’)
• બેસ્ટ ડેબ્યુ એક્ટર: લક્ષ્ય લાલવાણી (‘કિલ’)
• બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર: કુણાલ ખેમૂ (‘માર્ગો એક્સપ્રેસ’)
 
ડિજિટલ ફિલ્મ એવોર્ડસ
• શ્રેષ્ઠ ફિલ્મઃ ‘અમરસિંહ ચમકીલા’
• શ્રેષ્ઠ દિગ્દર્શકઃ ઈમ્તિયાઝ અલી (‘અમરસિંહ ચમકીલા’)
• શ્રેષ્ઠ વાર્તાઃ કનિકા ધિલ્લોન (‘દો પત્તી’)
• શ્રેષ્ઠ અભિનેતાઃ વિક્રાંત મેસી (‘સેક્ટર 36’)
• શ્રેષ્ઠ અભિનેત્રીઃ કૃતિ સેનન (‘દો પત્તી’)
• શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ દીપક ડોબરિયાલ (‘સેક્ટર 36’)
• શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ અનુપ્રિયા ગોએન્કા (‘બર્લિન’)

ડિજિટલ સિરીઝ એવોર્ડ
• શ્રેષ્ઠ સિરીઝઃ ‘પંચાયત-3’
• શ્રેષ્ઠ દિગ્દર્શકઃ દીપકકુમાર મિશ્રા (‘પંચાયત-3’)
• બેસ્ટ સ્ટોરી ઓરિજિનલઃ ‘કોટા ફેક્ટરી-3’
• શ્રેષ્ઠ અભિનેતાઃ જિતેન્દ્રકુમાર (‘પંચાયત-3’)
• શ્રેષ્ઠ અભિનેત્રીઃ શ્રેયા ચૌધરી (‘બંદિશ બેન્ડિટ્સ-2’)
• શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ ફૈઝલ મલ્લિક (‘પંચાયત-3’)
• સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ સાજિદા શેખ (‘હીરામંડી’)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter