‘સ્ત્રી-ટુ’નું ગીત ‘આઈ નહીં’, ‘આજ કી રાત’, ફિલ્મ ‘પુષ્પા’નું ગીત ‘શ્રીવલ્લી’ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની 19 સપ્ટેમ્બરે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપમાં ધરપકડ કરાઈ છે. 21 વર્ષની એક ફીમેલ કોરિયોગ્રાફરે તેના પર શારીરિક શોષણનો આરોપ મૂક્યો છે. જાની માસ્ટરની ધરપકડ હૈદરાબાદ પોલીસે ગોવામાં કરી હતી. પોલીસ ફરિયાદમાં કોરિયોગ્રાફરે કહ્યું છે કે જાની માસ્ટરે આઉટડોર શૂટિંગ દરમિયાન તેનું ઘણી વાર શોષણ કર્યું. કોરિયોગ્રાફર જાની માસ્ટર વિરુદ્ધ 16 સપ્ટેમ્બરે હૈદરાબાદના નરસિંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. એક દિવસ પછી કેસમાં બાળ જાતીય શોષણના POCSO એક્ટ હેઠળની આકરી કલમો જોડવામાં આવી હતી. યુવતીએ જાની માસ્ટર પર ચેન્નઈ, મુંબઈ અને હૈદરાબાદમાં અલગ-અલગ પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તેની સાથે દુર્વ્યવહાર શરૂ થયો ત્યારે તે સગીર હતી.