‘ખિલાડી’ અક્ષયકુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ ‘કનપ્પા’થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં તે વિષ્ણુ માંચૂ, પ્રભાસ અને મોહનલાલ જેવા દિગ્ગજ દક્ષિણ ભારતીય કલાકારો સાથે જોવા મળશે. અક્ષયે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અક્ષયકુમારના ડેબ્યૂના સમાચાર ખુદ એક્ટર વિષ્ણુ માંચૂએ શેર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે. મુકેશકુમાર સિંહના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે. વિષ્ણુ માંચૂએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે ‘કન્નપ્પા’ની સફર વધુ રોમાંચક બની ગઈ છે કારણ કે અમે તમિલ સિનેમામાં સુપરસ્ટાર અક્ષયકુમારનું સ્વાગત કરી રહ્યા છીએ. તે ‘કન્નપ્પા’ ફિલ્મથી તમિલ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે. એક અદ્ભૂત અનુભવ માટે તૈયાર રહો. સાથે સાથે જ વિષ્ણુએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે અને અભિનેતા મોહન બાબુ અક્ષયનું સ્વાગત કરતા જોવા મળે છે. આ સમયે મોહન બાબુએ અક્ષયને શાલ ભેટમાં આપતા જોવા મળે છે. ‘કન્નપ્પા’ ફિલ્મનું નિર્દેશન મુકેશકુમાર સિંહ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા ભગવાન શિવના ભક્ત ‘કન્નપ્પા’ની વાર્તા પરથી પ્રેરિત છે. આ ફિલ્મનું નિર્માણ મોહન બાબુએ કર્યું છે.