ફેન્ચ રિવેરા ખાતે લોકપ્રિય ઇન્ટરનેશનલ ફેશન અને ફિલ્મ ફેસ્ટિવલ ‘કાન્સ’ ચાલી રહ્યો છે. આ ઈવેન્ટમાં અનેક ભારતીય સેલિબ્રિટીઝ ભાગ લઈ રહી છે. દર વર્ષની જેમ ઘણી ભારતીય સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર ફેશન ચોઇસ સાથે ઈન્ટરનેશનલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ‘કાન્સ’માં ભારતના પ્રતિનિધિત્વનો ઉલ્લેખ થાય ત્યારે ત્યારે મનમાં એક જ નામ આવે તે છે: ઐશ્વયા રાય બચ્ચન. છેલ્લા 20 કરતાં પણ વધારે વર્ષથી ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ ઇવેન્ટમાં ઐશ્વર્યા અચૂક નજરે પડે છે. આ વર્ષે અભિનેત્રીના સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે તેનો ઈજા પામેલો હાથ અને આરાધ્યાનો સાથ ચર્ચામાં હતાં.