લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બોલિવૂડના સિતારાઓનો રાજકારણમાં ઝંપલાવવાનો માહોલ જામ્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌસમી ચેટર્જી બાદ ઇશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં ઇશા કોપીકરે કેસરિયો ખેસ પહેર્યો હતો.
ઇશાએ જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે મહારાષ્ટ્ર ભાજપના અનેક નેતા પણ સામેલ હતા. ભાજપે ઇશા કોપિકરને ભાજપ વીમેન ટ્રાંસપોર્ટ વિંગના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે.