શુજિત સરકારની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ‘પીકુ’ ફેમ જૂહી ચતુર્વેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. આયુષ્માન ફિલ્મના લીડ રોલમાં છે. આયુષ્માન કહે છે કે આ ફિલ્મ વિશે વધુ વાતચીત કરવી તો શક્ય નથી, પણ લિજેન્ડ અમિતાભ બચ્ચન, શુજિત સરકાર અને જૂહી ચતુર્વેદી એ ડ્રીમ ટીમ છે. ખૂબ જ હળવી ફિલ્મ હોવાથી તેમાં કામ કરવામાં પણ હળવાશ અનુભવું છું. વળી, ઉત્તર પ્રદેશના લોકેશનથી સંપૂર્ણ ભારતીય બેકગ્રાઉન્ડની ફ્લેવર ફિલ્મને મળે છે.