‘ડ્રીમ ગર્લ’ની સફળતા પછી આયુષમાને ૫૦૦ ટકા ફી વધારી!

Friday 25th October 2019 08:27 EDT
 
 

આયુષમાન ખુરાનાને સિનેમાજગતમાં ફક્ત સાત વરસ જ થયા છે. આટલી નાની સફરમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ તેણે સિનેમાજગતના એક નવા સિતારા તરીકે પોતાને સ્થાપી દીધો છે. આયુષમાન પોતાની આ સફળતાનો લાભ લેવાનો નિર્ણય લીધો છે. તેણે આવતા વરસથી પોતાની ફીમાં વધારો કરી દીધો છે. જોકે આ વાતને સમર્થન મળ્યું નથી. કહેવાય છે કે, આયુષમાને પોતાની ફીમાં ૫૦૦ ટકાનો વધારો કરી નાખ્યો છે. અત્યાર સુધીમાં તે એક ફિલ્મના રૂ. ૨ કરોડ ચાર્જ કરતો હતો, જે ૨૦૨૦ની સાલથી રૂ. દસ કરોડ મહેનતાણું લેવાનો છે. સોશિયલ મીડિયા પરના પોર્ટલની વાત માનીએ તો, ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ દર્શકોમાં આયુષમાનની લોકપ્રિયતા વધી ગઇ છે. આયુષમાન એક એવો અભિનેતા કહેવાઇ રહ્યો છે, જેનું ફિલ્મમાં હોવાનો મતલબ ફિલ્મની સફળતા છે. ઉપરાંત ફિલ્મની વાર્તા પણ અફલાતૂન હોય તો જ પસંદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter