લગભગ છ મહિના એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે જ લગ્નબંધને બંધાયેલા પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનાસ ફરી ચર્ચામાં છે. ‘ઓકે’ મેગેઝિનના એક અહેવાલ મુજબ આ કપલ હવે છૂટાછેડાના પંથે આગળ વધી રહ્યું છે. અહેવાલમાં દાવો થયો છે કે નિક જોનાસને પ્રિયંકાનો ગુસ્સો અને પોતાના પર અંકુશ રાખવાનું વલણ ગમતું નથી. આથી જોનાસ પરિવારે નિકને સલાહ આપી છે કે પ્રિયંકા સાથે વહેલી તકે પોતાના સંબંધનો અંત લાવી દે. મેગેઝિનના અહેવાલ અનુસાર જોનાસ પરિવારને લાગ્યું હતું કે પ્રિયંકા એક મેચ્યોર મહિલા છે અને સેટલ થઇ બાળકોનો ઉછેર કરશે, પણ હવે તેમને લાગે છે કે પ્રિયંકા અત્યારે પણ ૨૧ વર્ષની યુવતી જેવો જ વ્યવહાર કરી રહી છે.’ મેગેઝિનના અહેવાલમાં આવી ચટાકેદાર વાતો છે તો બીજી તરફ, પ્રિયંકા છૂટાછેડાના અહેવાલને અફવા ગણાવે છે. ‘ઓકે’ સાચું કે પ્રિયંકા એ તો સમય જ કહેશે.