સંજય લીલા ભણસાલીના નવા કોસ્ચ્યુમ ડ્રામ ‘પદ્માવતી’માં રણવીર સિંહ પ્રેમાસક્ત વિલનની ભૂમિકા ભજવવાનો છે. જયારે મેવાડની રાણી ‘પદ્માવતી’ની ભૂમિકામાં રણવીરની રિઅલ લાઈફ પ્રેમિકા દીપિકા પદુકોણ દેખાવાની છે. ચોંકાવનારી વાત એ છે કે આ સાચુકલા પ્રેમીઓ ‘પદ્માવતી’માં એકબીજાની સામે આવશે નહીં. સંજયની બે બેક-ટુ-બેક સફળ ફિલ્મો ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ બાદ રણવીર-દીપિકા તેની સાથેની આ હેટ્રિક ફિલ્મ છે. જેમાં વધુ એક વખત બંને જણા ઐતિહાસિક પાત્રો ભજવવાના છે.