મુંબઈઃ દેશમાં બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરનાર આમિર-અનુષ્કા અભિનિત ફિલ્મ ‘પીકે’ જાપાનમાં રિલીઝ માટે તૈયાર છે. ભારતમાં આ ફિલ્મે રૂ. ૩૪૨ કરોડની કમાણી કરી છે. જાપાનમાં પણ આ ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરે તેવી આશા દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ વ્યકત કરી છે. ફિલ્મને જાપાનમાં પ્રમોટ કરવા માટે હિરાણી પહેલીવાર જાપાન ગયા છે. આ અગાઉ બોલિવૂડની ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘થ્રી ઇડિયટસ’, ‘ધૂમ થ્રી’ પણ જાપાનમાં રિલીઝ થઇ ચૂકી છે જેણે જાપાન બોક્સઓફિસ પર સારી કમાણી કરી છે.
હિરાણીએ જણાવ્યું હતું કે, આ અગાઉ જાપાનમાં મારી ફિલ્મ ‘થ્રી ઇડિયટસ’ને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેથી જ હું ‘પીકે’ માટે પણ એટલો જ ઉત્સાહમાં છું. હું આ ફિલ્મ દર્શાવ્યા બાદ દર્શકોને પ્રતિક્રિયા જોવા અહીં આવ્યો છું. કેટલાક જાપનીઝ દિગ્દર્શક-અભિનેતાને પણ મળવાનો છું. અત્યાર સુધી કોઇપણ જાપાનીઝ ફિલ્મનું હિન્દી રૂપાંતર મેં કર્યું નથી. ભવિષ્યમાં તક મળશે તો એ પણ કરીશ.