આ વર્ષે શાહરુખ પોતાની ફિલ્મ ‘હેપી ન્યૂ યર’નાં કામમાં વ્યસ્ત હતો, ઉપરાંત તેણે ‘ભૂતનાથ રિટર્ન’ અને ‘યંગિસ્તાન’ જેવી ફિલ્મોમાં કેમિયો કર્યો હતો. આમ ઘણી વ્યસ્તતાને લીધે તે આ વર્ષે ‘ફોર્બ્સ’ની યાદીમાં પાછળ છે. જ્યારે સલમાને આ વર્ષે ‘કિક’, ‘જય હો’ જેવી ફિલ્મો હિટ ફિલ્મો આપી છે. આ ઉપરાંત સલમાન રિયાલિટી ટીવી શોમાં હોસ્ટ હોવાથી તેને ટોચ પર પહોંચવામાં મદદ મળી છે.
લિસ્ટમાં સૌથી સફળ અભિનેત્રી તરીકે અત્યારે દીપિકા પદુકોણનું નામ સૌથી ઉપર છે. તેણે ‘ફોર્બ્સ’ની યાદીમાં આ વર્ષે ટોપ ટેન સ્થાન મેળવ્યું છે, કારણ કે તેણે રૂ. ૬૭.૨૦ કરોડની જંગી કમાણી કરી છે એવું ‘ફોર્બ્સ’ મેગેઝિનનાં નિવેદનમાં જણાવાયું છે. આ યાદી કમાણી અને લોકચાહના પરથી બની છે, જેમાં ૧ ઓક્ટોબર, ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવાયો છે. આ ઉપરાંત સેલિબ્રિટીઓનો ટેલિવઝન અને ઇન્ટરનેટ પર કેટલો પ્રભાવ છે તે નક્કી કરાયું હતું. યાદીમાં માત્ર અભિનેતાઓ જ નહીં, ફિલ્મ દિગ્દર્શકો, રમતવીરો, સંગીતકારો અને ગાયકોનો સમાવેશ કરાયો હતો. યાદીમાં પ્રથમ સ્થાને સલમાન છે, બીજા સ્થાને અભિતાભ બચ્ચન જ્યારે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ચોથા નંબરે અને અક્ષય કુમાર પાંચમા નંબરે છે. ૨૦૧૪માં સલમાનની કુલ કમાણી રૂ. ૨૪૪.૫૦ કરોડ જેટલી છે જ્યારે અમિતાભ બચ્ચનની રૂ. ૧૯૬.૭૫ કરોડ છે. શાહરુખની રૂ. ૨૦૨.૪૦ કરોડ અને ધોનીની રૂ. ૧૪૧.૮૦ કરોડ છે.