હાલમાં બોલિવૂડમાં ચર્ચા છે કે ફિલ્મ ‘બંટી ઔર બબલી’ની સિક્વલ બનાવવાની ફિલ્મનિર્માતા આદિત્ય ચોપરાએ તૈયારી કરી છે જોકે વર્ષ ૨૦૦૫માં આવેલી હિટ ફિલ્મ ‘બંટી ઓફ બબલી’ના હીરો અભિષેક બચ્ચન કહે છે કે તેઓ સિક્વલની તૈયારીથી અજાણ છે. જોકે અભિષેકે કહ્યું છે કે આદિત્ય ચોપરા આ ફિલ્મની સિક્વલ વિશે ચોક્કસ તેને જાણ કરે જ. આ ફિલ્મની સિક્વલનો આદિત્યનો ઇરાદો પણ છે, પરંતુ સારી સ્ક્રિપ્ટ ન મળી હોવાથી આ વિચાર પડતો મુકાયો હતો. અભિષેકે કહ્યું કે, ‘બંટી ઔર બબલી’ની સિક્વલ માટે જો આદિને કોઈ સારી વાર્તા મળશે તો તે ફિલ્મ જરૂર બનાવશે અને અમને આ અંગે જાણ પણ કરશે પણ મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે તેમની પાસે આ માટે કોઈ પ્રસ્તાવ નથી. ૪૩ વર્ષીય અભિનેતા અભિનેત્રી-પત્ની ઐશ્વર્યા રાય સાથે પોતાની આવનારી ફિલ્મ ‘ગુલાબજામુન’ કરવા માટે બહુ ઉત્સાહિત છે.