ફિલ્મ ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ ૨૩મી ઓક્ટોબરે ૩૬ વર્ષનો થયો હતો. પ્રભાસે પોતાનો જન્મદિવસ ‘બાહુબલી-૨’ના સેટ પર શૂટિંગ કરીને જ પસાર કર્યો હતો. પ્રભાસે ફિલ્મના સ્ટાર રાણા દગ્ગુબાતી અને તમન્ના ભાટિયા સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી.
ફિલ્મની હિરોઈન તમન્ના ભાટિયાએ પ્રભાસના જન્મદિવસની ઉજવણીના ફોટોગ્રાફ્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ અપલોડ કર્યા હતા અને તેના એકાઉન્ટ પર પણ પ્રભાસને જન્મદિનની વિશિશનો વરસાદ થયો હતો.