ઋતિક રોશન અભિનિત ફિલ્મ ‘મોહેંજો દરો’ અંગે પાકિસ્તાનના પ્રધાને ટિપ્પણી કરતા ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવારીકર પાસે માફીની માગણી કરી છે. પાકિસ્તાનના સિંધના સાંસ્કૃતિક તથા ટૂરિઝમ પ્રધાન સરદાર અલી શાહે ફિલ્મના કલાકારો ઋતિક રોશન, પૂજા હેગડે અને દિગ્દર્શક આશુતોષ ગોવારીકર દ્વારા ફિલ્મમાં દર્શાવાયેલા સીન સત્યથી વેગળા હોવાનો આરોપ લગાવતા તેમની પાસે માફી માગવાની માગણી કરી છે.
સરદાર અલી શાહે ફિલ્મમાં ૫,૦૦૦ વર્ષ પહેલાંની વિકસતી સંસ્કૃતિના ઇતિહાસને ખોટો ગણાવતા ફિલ્મમાં તેની મજાક કરી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ વહેલી તકે સિંધ પ્રાંતના નિવાસીઓની પ્રતિક્રિયા અને વિરોધ ફિલ્મના ડિરેક્ટર સમક્ષ નોંધાવશે. તેમણે જણાવ્યું કે, આ ફિલ્મમાં ફક્ત કલ્પના જ દર્શાવી છે જેને મોહેંજો દરો સાથે કોઈ લેવા દેવા નથી.