‘સ્પેશિયલ ૨૬’ અને ‘બેબી’ની લેખક નીરજ પાંડે અને એક્ટર અક્ષય કુમારની જોડી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘રુસ્તમ’ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મની સ્ક્રિપ્ટ નીરજ અને વિપુલ રવાલે પૂરી કરી છે અને ફિલ્મ માટે ટિનુ દેસાઈ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. આવતા વર્ષની શરૂઆતમાં યુકેમાં ‘રુસ્તમ’નું શૂટિંગ શરૂ થશે. એ પછી ખિલાડી કુમાર યુરોપના કેટલાક સ્થળે અને ભારતમાં ફિલ્મનું શૂટ કરશે. અક્ષય સાથે ફિલ્મમાં બે નવોદિત અભિનેત્રીઓ હશે. ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે અક્ષયે ‘દેશભક્તિ’ના બન્ને દિવસો પોતાના નામે કર્યાં છે. તેની ‘એરલિફ્ટ’ રિપબ્લિક ડે વીક એન્ડ ૨૨ જાન્યુઆરીએ અને ‘રુસ્તમ’ ઓગસ્ટમાં આવશે.