ફિલ્મ ‘ક્વીન’ના પ્રખ્યાત ગીત ‘લંડન ઠુમકદા’ના ગાયક લાભ જંજુઆનો પાર્થિવ દેહ ૧૯મી ઓક્ટોબરે મુંબઈના ગોરેગાવના બાંગુરનગર સ્થિત નિવાસસ્થાનેથી રહસ્યમય રીતે મળી આવ્યો હતો. લાભના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભગવતી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
૧૯મી ઓક્ટોબરે સવારે ઘરનું કામ કરવા નોકરાણી આવી ત્યારે ઘરનો દરવાજો લોક કરેલો હતો. નોકરાણીએ પડોશીઓને આ બાબતે જાણ કરી હતી અને પછી દરવાજો તોડવામાં આવતાં જંજુઆ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને એ પછી પોલીસને જાણ કરાઈ હતી. લાભે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે એ હજી જાણી શકાયું નથી, પણ તેના નજીકના મિત્રોએ પોલીસને જણાવ્યું છે કે, જંજુઆ હાઈ ડાયાબીટિસથી પીડાતો હતો તેથી કદાચ હાર્ટએટેકથી પણ એનું મૃત્યુ થયું હોઈ શકે.