વેલેન્ટાઇન્સ ડેએ અભિનેતા સલમાન ખાને તેના નિર્માણમાં બનનારી આગામી ફિલ્મ ‘લવરાત્રિ’નું પોસ્ટર ટ્વિટર પર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન તેની નાની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે બનાવી રહ્યો છે. ફિલ્મની એક્ટ્રેસ વરીના હુસેન છે. સલમાને રિલીઝ કરેલા પોસ્ટરમાં આયુષ અને વરીનાના હાથમાં દાંડિયા છે. આ પોસ્ટર સાથે સલમાને ટ્વિટ કર્યું કે, વેલેન્ટાઇન્સ ડેએ વિશિંગ એવરીવન ‘લવરાત્રિ’. આ ફિલ્મમાં ગુજરાતી પૃષ્ઠભૂમિ દેખાશે અને ફિલ્મનું ડિરેક્શન અભિરાજ મીનાવાલા કરશે. એવું સલમાને જણાવ્યું છે.