મુંબઈ: અભિનેત્રી ભૂમિ પેડણેકરનું કહેવું છે કે હું સારા કન્ટેન્ટની ખૂબ જ ભૂખી છું. ભૂમિએ હજી સુધી ચાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આગામી બાર મહિનામાં તેની એક પછી એક એમ છ ફિલ્મો રિલીઝ થવાની છે. તેની ‘સાંઢ કી આંખ’ રિલીઝ થવાની તૈયારીમાં છે તે તો ‘પતિ પત્ની ઔર વો’નું શૂટિંગ કરી રહી છે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે એક આર્ટિસ્ટ તરીકે હું સતત સારી ફિલ્મોની શોધમાં રહું છું. હું સારા કન્ટેન્ટની ભૂખી છું અને ફિલ્મમેકર્સ મારા પર વિશ્વાસ કરે છે એની મને ખુશી છે. મારી આગામી તમામ ફિલ્મોની સ્ક્રિપ્ટ એકબીજાથી એકદમ અલગ છે અને એ તમામ મને ખૂબ જ પસંદ પડી છે.