એક ચમત્કારિક ઘટનામાં અમિતાભ બચ્ચનનો જીવ બચી ગયો છે.મુંબઈના ગોરેગાંવમાં ૨૧ મેએ દિવસે ફિલ્મ સિટીમાં બે બાઈકસવારોએ આવીને સિક્યુરિટી કંપનીના માલિકને ગોળી મારી હતી. ફિલ્મ સિટીમાં જે સ્થળે આ ઘટના બની તેનાથી માંડ ૨૦ ફૂટ જ દૂર અમિતાભ બચ્ચન હતા. આ ઘટનાથી સ્તબ્ધ અમિતાભે ખુદ ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી.
અમિતાભે જણાવ્યું હતું કે, ‘ફિલ્મ સિટીમાં શૂટીંગ... અમારાથી માત્ર ૨૦ ફૂટના અંતરે ગેંગવોર શૂટઆઉટ થયું. એકનું મોત થયું છે અને ચોતરફ પોલીસ મોજુદ છે.’ અમિતાભે ગભરાટમાં એ શૂટઆઉટમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જણાવ્યું છે, પરંતુ હુમલાનો શિકાર બનેલા સિક્યુરિટી કંપનીના માલિક ગંભીર રીતે ઘાયલ છે. તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.