સોગીયા મોઢા લઇને ફરતા અને જેઅો જીંદગીમાં કદી હસ્યા નથી તેવા વેદીયા માણસોને પણ હસીને લોટપોટ કરાવે તેવા નવા નક્કોર કોમેડી નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના શો લઇને વિખ્યાત નાટ્ય કલાકાર, નાટ્ય પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શ્રી સિધ્ધાર્થ રાંદરીયા યુકેની મુલાકાતે આવી રહ્યા છે.
ભારત, અમેરિકા અને કેનેડામાં ધૂમ મચાવનાર નાટક ‘‘ગુજ્જુભાઈ બન્યા દબંગ''ના શોનું આયોજન આગામી તા. ૧૮ જુલાઇના રોજ ક્રોયડન, તા. ૧૯ના રોજ લેસ્ટર, તા. ૨૩ના રોજ વેમ્બલી, તા. ૨૪ના રોજ બર્મિંગહામ, તા. ૨૫ના રોજ ઇસ્ટ હામ અને તા. ૨૬ જુલાઇના રોજ હેરો ખાતે કરવામાં આવ્યું છે. યુકેના પ્રમોટર જણાવે છે કે દરેક શો હાઉસ ફૂલ થઇ જાય તે પહેલા આપની ટિકીટ આજે જ બુક કરાવી દેજો. ભળતા નામથી છેતરાતા નહિ. ટિકીટ અને વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૧૬.