જો તમે વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર વિશે વિચારતા હોવ તો, છેલ્લી દસ મેચના તેમના રેકોર્ડ પર પણ નજર કરો. આપણી ટીમે ટૂર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કર્યો છે. સૌથી વધુ રન કરનારા પહેલા બે બેટ્સમેન વિરાટ કોહલી - રોહિત શર્મા છે. સૌથી વધુ વિકેટ લેનારામાં શમી ટોચે છે. વિકેટ કિપિંગમાં કે.એલ. રાહુલનું નામ ટોપ-2માં છે...
• સૌથી વધુ રન રોહિતે કેપ્ટન તરીકે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કર્યા. 11 ઈનિંગમાં 54.27ની સરેરાશથી 125,94ના રેટથી 597 રન કર્યા.
• સૌથી વધુ છગ્ગા રોહિતે 31 છગ્ગા માર્યા. ઓસ્ટ્રેલિયા સામે 86 છગ્ગા ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના ગેલ (85) નો કોઈ ટીમ સામેનો રેકોર્ડ તોડ્યો.
• સૌથી વધુ રનનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં કુલ 3,160 રન કર્યા, જે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છે.
• સૌથી વધુ અર્ધ સદી બેટ્સમેનોએ સૌથી વધુ 25 વાર 50 રનનો આંકડો પાર કર્યો. તેમાં સાત સદી પણ સામેલ. બીજી સૌથી વધુ બાઉન્ડ્રી (370) પણ ફટકારી.
• બેટિંગ સરેરાશ ઉત્તમ ટીમ ઈન્ડિયાની બેટિંગ સરેરાશ 52.37 રહી, જે આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ છે. ટુર્નામેન્ટની અન્ય ટીમ 50નો આંકડો પણ પાર નથી કરી શકી.
• સૌથી વધુ વિકેટ ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 100 વિકેટ લીધી. શમી 24 વિકેટ સાથે ટોચે.
• 500 પ્લસ રન ત્રણ બેટ્સમેનના 500થી વધુ રન. વિરાટ (765), રોહિત(597) અને શ્રેયસ ઐયર (530).
• બીજી મોટી જીત ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવીને વર્લ્ડ કપ ઈતિહાસની બીજી સૌથી મોટી જીત હાંસલ કરી. સૌથી મોટી જીત ઓસ્ટ્રેલિયા (309 રન)ના નામે છે.
• 20 વિકેટનો રેકોર્ડ શમી-બુમરાહ વર્લ્ડ કપમાં 20-20 વિકેટ લેનારા પહેલા ભારતીય ક્રિકેટર બન્યા. શમી 24 વિકેટ સાથે ટોચે રહ્યો.
• સૌથી વધુ વિકેટ શમીના નામે એક ઈનિંગમાં સૌથી વધુ ચાર વાર પાંચથી વધુ વિકેટનો રેકોર્ડ.
• વિરાટની સૌથી વધુ 50 સદી કોહલી વન-ડેમાં 50 સદી ફટકારનારો પહેલો બેટ્સમેન બન્યો. તેણે સચિનનો રેકોર્ડ તોડ્યો. વિરાટે 279 અને સચિને 452 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી.