લંડન: ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 32,180 થઈ જશે. તેના રિનોવેશન પર 60 મિલિયન ડોલર (અંદાજે 615 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે તેવી ધારણા છે.
સ્ટેડિયમનું સંપૂર્ણ રિનોવેશન 2027 એશીઝ સુધીમાં પૂર્ણ થશે. મેરિલબોર્ન ક્રિકેટ ક્લબના એસ્ટેટ ડિરેક્ટર રોબર્ટ એબડને કહ્યું કે, ‘અમે બે સૌથી જૂના સ્ટેન્ડ્સ (ટેવર્ન સ્ટેન્ડ અને એલેન સ્ટેન્ડ)ને રિનોવેટ કરી રહ્યાં છીએ. અમારું ફોક્સ તેને પર્યાવરણ અનુકૂળ બનાવવા ૫૨ છે, જેથી કાર્બન ઉત્સર્જન ઘટે.’
સ્ટેન્ડ્સનું સંપૂર્ણ નવીનીકરણ
1935માં બનાવવામાં આવેલ એલેન સ્ટેન્ડ લોર્ડ્સનું સૌથી જૂનું સ્ટેન્ડ છે. તેને સંપૂર્ણ તોડી ફરી બનાવાશે. તેમાં 300 સીટ વધશે. મેદાનની 3 મોટી સ્ક્રિનમાંથી એક એલેન સ્ટેન્ડમાં શિફ્ટ થશે.