મુંબઈ: આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ. 100 કરોડ છે એવું માનવામાં આવે છે કે હવે પછીની ખેલાડીઓ ખરીદવા માટેની હરાજી થશે ત્યારે તમામ ફ્રેન્ચાઈઝીના પર્સમાં વધારો કરવા અંગેની ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવશે. ફ્રેન્ચાઈઝીની વર્તમાન પર્સ મર્યાદાને લીધે તેઓ ઘણી વખત ક્વોલીટી ખેલાડીઓ ખરીદી નથી શકતા આ ઉપરાંત ઉંચા દરજ્જાના ખેલાડીને ખરીદવા માટે હોડ જામે ત્યારે પર્સની મર્યાદાને લીધે તે ખેલાડીને વધુ બેલેન્સ ધરાવતી ફ્રેન્ચાઈઝી ખરીદી લેતો હોય છે.
ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જોકે ફ્રેન્ચાઈઝીના માલિકોને મોકલેલા આમંત્રણમાં કોઈ એજન્ડા નથી જણાવ્યો. બોર્ડના અધિકારીએ મીટિંગ અંગે એટલું જ જણાવ્યું છે કે આઈપીએલની આ સીઝન તેનો પ્રથમ મહિનો પુરી થવાની નજીકમાં હશે તેથી ટીમના માલિકો બીસીસીઆઈના હોદ્દેદારો જોડે ઔપચારિક વાતાવરણમાં મીટિંગ કરે તો સારું રહે.