મુંબઈઃ ક્રિકેટની એક વેબસાઈટ દ્વારા ૧૯૯૩થી ૨૦૧૮ના વર્ષ દરમિયાનના ખેલાડીઓના પ્રદર્શનને આધારે સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેઈંગ ઈલેવન જાહેર કરાઈ છે. ઈયાન ચેપલ, સંજય માંજરેકર, જ્હોન રાઈટ, ડેવ વ્હોટમોર, માર્ક નિકોલસની પેનલ દ્વારા આ ટીમ પસંદ કરાઈ છે.
આ ટીમમાં ભારતમાંથી સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી એમ ત્રણ ક્રિકેટરને સ્થાન અપાયું છે. સચિન તેંડુલકર સાથે એડમ ગિલક્રિસ્ટને ઓપનર તરીકે સ્થાન અપાયું છે. ગિલક્રિસ્ટે તેની કારકિર્દીમાં ૧૬ સદી ફટકારી છે અને દરેકમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે.
વન-ડે પ્લેઈંગ ઈલેવનઃ એડમ ગિલક્રિસ્ટ, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, એબી ડી. વિલિયર્સ, જેક કાલિસ, ધોની, વસીમ અકરમ, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન્, ગ્લેન મેકગ્રા
ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનઃ મેથ્યુ હેડન, વિરેન્દ્ર સહેવાગ, રિકી પોન્ટિંગ, સચિન તેંડુલકર, બ્રાયન લારા, જેક કાલિસ, એડમ ગિલક્રિસ્ટ, વસીમ અકરમ, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા, મુથૈયા મુરલીધરન્