બેંગ્લૂરુઃ અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલો પોતાના દેશનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આઇપીએલ-૯માં ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે.
૧૯૮૫ની પહેલી જાન્યુઆરીએ જન્મેલો નબી અફઘાન નેશનલ ટીમનો ઓલરાઉન્ડર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં નબીએ અત્યાર સુધી ૭૨ વન-ડે રમી છે. ૧૧૬ના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે તેણે કુલ ૧૭૨૪ રન બનાવ્યા છે. તો ૭૩ વન-ડે વિકેટ પણ ઝડપી છે. નબીએ બાવન ટી૨૦ મેચમાં ૭૦૪ રન બનાવવા ઉપરાંત ૫૬ વિકેટ ખેરવી છે. ધનાઢ્ય પરિવારના સંતાન નબીનો પરિવાર મૂળ રૂપે પાકિસ્તાનના પેશાવરનો છે. સોવિયેત યુદ્ધના કારણે સુરક્ષિત સ્થળની શોધમાં પરિવાર અફઘાનમાં વસી ગયો છ.
ટીવી જોઈ બોલિંગ શીખી
નબી બાદ અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાન અરમાનને સનરાઇઝ ટીમે બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયા કરતાં આઠ ગણી કિંમતે એટલે કે રૂ. ૪ કરોડમાં ખરીદ્યો છે. અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રશિદે ૨૦૧૨માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ટી૨૦ વર્લ્ડ કપમાં તે બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. સાત ભાઈઓમાં રશિદ પ્રોફેશનલ ક્રિકેટ રમનારો એક જ ખેલાડી છે. તે ગુગલી માટે જાણીતો છે. રશિદ પહેલા ઓપનિંગ કરતો હતો, પણ હવે તે બોલર છે. તેણે આફ્રિદીને ટીવીમાં બોલિંગ કરતો જોઇ લેગબ્રેક બોલિંગ શીખી છે.